વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 14 સહિત કુલ 15ના સેમ્પલ લેવાયા

વાંકાનેરના 14 ઉપરાંત શંકાસ્પદ લક્ષણો ધરાવતી અણિયારી ગામની યુવતીના સેમ્પલ લેવાયા

મોરબી: મોરબીમાં આજે કુલ 15 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં વાંકાનેરના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો સહિત 14 લોકોના આરોગ્ય તંત્રએ સેમ્પલ લીધા છે. આ ઉપરાંત મોરબીના અણીયારી ગામની એક 25 વર્ષની યુવતીમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ આજે કુલ 15 લોકોના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બુધવારે લેવાયેલ બરવાળાના યુવકનું સેમ્પલ રિજેક્ટ થતા તેનું આજે ફરીથી સેમ્પલ લેવામાં આવ્યું છે. જે તમામના રિપોર્ટ કાલે આવશે.

આ સમાચારને શેર કરો