Placeholder canvas

વાંકાનેર: સોમવારે ગર્લ્સ સ્કુલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

વાંકાનેર : રાજ્ય સરકારની સુચના મુજબ જીલ્લા વહિવટી તંત્ર તથા વાંકાનેર નગરપાલીકા દ્વારા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તા. 2ના રોજ વાંકાનેર શહેરમાં ગર્લ્સ હાઇસ્કુલ ખાતે 9થી 5 વાગ્યા સુધી તથા ગ્રામ્ય વિસ્તાર માટે લુણસર ખાતે સેવાસેતુનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં આવક, જાતિ, નોનકીમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડને લગતી અરજીઓ અને 8Aની નકલ, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવાની અરજીઓ, આયુષ્યમાન ભારત કાર્ડ લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે.

રાજ્ય સરકારના સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, વીજળી-નવા વીજળી કનેકશન, નામ ટ્રાન્સફર, ઝુપડા વિજળીકરણ યોજના, સોલાર રૂફટોપ યોજના, મ્યુનિસિપલ સેવાને લગતી વ્યકિતગત રજુઆતો જેમકે જન્મ-મરણ, લગ્ન નોંધણી વ્યવસાયવેરો, એસેસમેન્ટની નકલો, આવકના દાખલા, વિધવા પ્રમાણ પત્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના, બી.પી.એલ અંગેના દાખલા અને ડે એન્યુઅલ યોજના, કોરોના પ્રતિવિરોધી વેક્સીન તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ, ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા વિતરણ, એસ.બી. આઇ. તેમજ બી.ઓ.બી. બેંક દ્વારા જનધન યોજના ખાતુ અને આધારકાર્ડ મોબાઇલ નં. લીંકઅપ, તથા ભીમ એપ ઇન્સ્ટોલેશન, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા વિકલાંગ પાસ તેમજ વિદ્યાર્થી અપડાઉન પાસ કાઢી આપવાની કામગીરી કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો