Placeholder canvas

વાંકાનેર: રાતીદેવરીમાં પાર્ક કરેલ કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર પોલીસની ટીમે રાતીદેવરી ગામમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને કાર અને દારૂ સહીત રૂ 1.૩૦ લાખનો મુદામાલ જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામમાં મકાન સામે પડેલી ઇકો કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીને પગલે વાંકાનેર સીટી પોલીસે દરોડો કર્યો હતો જેમાં મકાન સામે પાર્ક કરેલ ઇકો કાર જીજે ૩૬ આર ૧૮૫૮ વાળી ચેક કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની ૬૮ બોટલ મળી આવી હોય જેથી પોલીસે ૧૦ હજારથી વધુની કિમતનો દારૂ અને કાર સહીત કુલ રૂ 1,૩૦,૯૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી રાજેન્દ્ર બાબુભાઈ વોરા રહે રાતીદેવરી તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો