વાલાસણ ગામ પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરમાં વાલાસણ ગામથી અરણીટીંબા જવાના રસ્તામાં એક વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આરોપીઓની શોધખોળ આદરી છે.

ગત તા. 24ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રેઇડ દરમિયાન વાલાસણ ગામથી અરણીટીંબા જવાના રસ્તે આવેલ ઇરફાન જાનમામદ મેણુની વાડીમાં વેચાણ કરવાના ઇરાદાથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગલીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ 48, કિ.રૂ. 14,400નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. વાડીએ બંને આરોપીઓ સીંકદર આદમ દલપોતરા અને સમીર આદમ દલપોતરા (રહે. બંને વાલાસણ) હાજર નહતા. આથી, પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •