Placeholder canvas

મોરબી: કોંગ્રેસના આગેવાનના ઘર પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી: તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણી સમયે ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે બઘડાટી બોલીગઈ હતી અને છુટા હાથની મારામારી થવા પામી હતી જે ઘટના હજુ તો શમી ના હોય ત્યા સાંજે કોંગ્રેસના નેતાના ઘર પર આઠથી દસ શખ્શોએ હથિયાર સાથે હુમલો કરી કોંગ્રેસ નેતા ઉપરાંત તેના ભાઈને માર માર્યો હતો અને બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના વાવડીરોડ પર આવેલ સંજીવ સોસાયટીમાં રહેતા હરિભાઈ નરશીભાઈ લાડવાએ ફરિયાદ નોંધાવી છે કેતે પોતે તથા તેના ભાઈ કર્નલ (કોંગ્રેસ નેતા)ને મોરબી સેવા સદન ખાતે દેવાભાઈ અવાડિયા(ભાજપ નેતા)સાથે બોલાચાલી તેમજ માથાકૂટ થયેલ જે બાબતનું ઘરમેળે અને રાજી ખુશીથી સમાધાન થઇ ગયુ હતું.

આમ છતાં ખાર રાખી આરોપી દેવાભાઈ અવાડીયાનો ભત્રીજો, ઇમરાન જેડા અને અન્ય છ અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા, લોખંડના પાઈપ ધારણ કરી ફરિયાદી હરિભાઈ લાડવાના ઘરે આવી ફરિયાદી હરિભાઈ લાડવા તથા સાહેદ કર્નલ લાડવાને હાથે પગે ફેકચર જેવી ઈજાઓ કરી તેમજ શરીરે મુંઢ માર મારી માથામાં ગંભીર ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે કે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ બી પી સોનારા ચાલવી રહ્યા છે.

શું આપ angelમાં ફ્રી માં ડિમેન્ટ એકાઉન્ટ ખોલાવવા માંગો છો ? તો નીચેની લીંક પર ક્લીક કરો…

https://5minwebsite.angelbroking.com/Diykyc/SubbrokerLead?SbTag=UlJCRg==

આ સમાચારને શેર કરો