Placeholder canvas

ટંકારાના હડમતીયા ગામે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ખાતે આવેલી હડમતીયા કુમાર શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ- ૬ અને ૭ ના કુલ ૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગે ખુબ જ આકર્ષક ચિત્રો દોર્યા હતા.

જેમાં પ્રથમ નંબર શંગોડ કૈલેશ લસુભાઈ, દ્વિતિય નંબર ચાવડા ઉમેશ રમેશભાઈ અને તૃતીય નંબર મૈડા અશ્વિન કેશાભાઈએ મેળવ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA- 2003 અંગે માહિતી આપવામાં આવી. કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સીપાલ નરેન્દ્રભાઈ ધાનજા દ્વારા બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન કર્યું હતુ અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો