ટંકારામાં સરકારી તબીબ ઉપર એક શખ્સએ હુમલો કર્યો

By Jayesh Bhatashna (Tankara)

ટંકારા : ટંકારાના સરકારી દવાખાનાના ડોકટર ઉપર એક શખ્સે હુમલો કર્યોનો બનાવ સામે આવ્યો છે. પોતાને ઇજા થયાની ફરિયાદ સાથે દવાખાનામાં આવતા ડોક્ટરે કઈ થયું ન હોય અને ઘરે જવાનું કહેતા શખ્સની કમાન છટકી હતી અને ડોક્ટર પર હુમલો કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના સરકારી દવાખાનાના ડો. નરેન્દ્રસિંહ ઝાલા આજે દવાખાનામાં હતા. તે સમયે નીતિન કરશન સોલંકી નામનો શખ્સ પોતાને ઇજા થઇ હોવાની ફરિયાદ સાથે દવા લેવા માટે આજે આ સરકારી દવાખાનામાં આવ્યો હતો.અને દાખલ થવાનું પણ કહ્યું હતું.પરંતુ ડોક્ટરે તેને તપાસીને કઈ ન થયું હોવાનું નિદાન કરી જરૂરી દવા આપીને ઘરે જવાનું કહ્યું હતું. આથી, આ શખ્સ ઉશ્કેરાઈ જઈને ડોકટર સાથે માથાકૂટ કરી ગાળો આપી ડોક્ટરને માર માર્યો હતો. આથી, ડોક્ટરને આંખ અને મોઢા ઉપર ગંભીર ઇજા થતાં તેમને તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •