Placeholder canvas

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગેસ ભરેલ ટેન્કરમાં લાગી આગ

ચોટીલા ફાયર ફાઇટર સમયસર પહોચતા મોટી દુર્ઘટના ટળી

અમપદાવાદ રાજકોટ હાઇવે ઉપર વાકાનેર બાઉન્ડ્રી પાસે વહેલી સવારે ગેસ ભરેલ ટેન્કરની ડ્રાઇવર કેબિનમાં આગ લાગતા ચોટીલા ફાયટરને જાણ કરવામાં આવી હતી અને ચોટીલા ફાયર ફાઇટર સમયસર આવી જવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આઇસો બુટલીંગ ગેસ ભરીને ટેન્કર નં આર.જે.19.જીએફ-6368 રાત્રીનાં જામનગર થી વડોદરા જવા નિકળેલ હતુ જે વહેલી પરોઢે બામણબોર ટોલપ્લાઝા પાસે આવેલ વાકાનેર બાઉન્ડ્રી નજીક પહોચતા કોઇ કારણોસર ડ્રાઇવર કેબિનમાં આગ લાગતા અંદર રહેલ ચાલક અને ક્લીનર સમય સુચકતા વાપરી ટેન્કરને સાઈડમાં પાર્ક કરીને ઉતરી ગયેલ હતા. નેશનલ હાઇવે ઉપર ગેસ ભરેલ ટેન્કરમાં આગ ની જવાળાઓ જોતા આસપાસના હાઇવે પરના ધંધાર્થીઓ અને વાહાન ચાલકોમાં ભય નો ફફડાટ ફેલાયેલ હતો

દુર્ઘટના અંગે સમયસર ચોટીલા પાલિકા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા સ્ટાફનાં હરેશભાઈ દવે, નરેન્દ્ર દાણીધારીયા, પ્રતિક ઉપાધ્યાય ફાઇટર સાથે તાત્કાલિક પોહચી જઇ રેસ્કયુ હાથ ધરેલ એક કલાક પાણીનો મારો ચલાવી જહેમત ઉઠવી આગને આગળની બાજુ ટેન્કર તરફ વધતી અટકાવી કેબિનમાં લાગેલ આગને બુઝાવી હતી.

આગ ટેન્કર તરફ પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાત પરંતુ સદનસીબે સમયે પહોચેલ ફાઇટર ને કારણે મોટી જાનહાનિ અટકેલ છે.જોકે આગની લપેટમાં ડ્રાઇવર કેબિન સહિતનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયેલ છે. સદનસીબે કોઇ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો