Placeholder canvas

ટંકારા: અમરાપર ગામમાં ઘર થોડા અને બીમારના ખાટલા જાજા, સરપંચે જિલ્લામાંથી મદદ માંગી

ટંકારા તાલુકાનું અમરાપર ગામ હાલ માંદગીથી ઘેરાઈ ગયું છે, એમ કહી શકાય આ ગામમાં ઘર થોડા છે અને માંદગીના ખાટલા જાજા છે. આવી પરિસ્થિતિમાં ગામના સરપંચે જિલ્લામાંથી મદદ માંગી છે.

ટંકારા તાલુકાનું આશરે બે હજારની વસ્તી વાળુ ગામ હાલમાં માંદગીના બિછાને છે, ત્યારે ગામના સરપંચ રસુલભાઈ બાદી અને પૂર્વ સરપંચ હુસેનભાઇ કડીવારે સંયુક્ત રીતે જિલ્લામાંથી આ મહામારી માં મદદ માંગી છે. અમરાપર ગામમાં હાલમાં દરેક ઘરે લોકો બીમાર છે, છેલ્લા ૨૪ કલાકમાં આ નાના એવા ગામમાં થી ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

ગામના સરપંચ અને પૂર્વ સરપંચે અમરાપર ગામની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય આરોગ્યની ટીમ મોકલી ને તાત્કાલિક પગલાં લેવા તેમજ પી.એચ.સી.ને જાણ કરી અને ગામની રૂબરૂ મુલાકાત લેઈને યોગ્ય કરવા અપીલ કરી છે. સરપંચે આરોગ્ય અધિકારીને લેખિત માં online મોકલેલ છે હાલની પરિસ્થિતિમા આવવું આવું યોગ્ય ન હોવાથી ઓનલાઇન દ્રારા આરોગ્ય અધિકારીને જાણ કરી છે અને લોકોના આરોગ્ય માટે મદદ માંગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરાત્રે અમરાપરના એક મહિલા દર્દીનું વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાના કારણે મૃત્યુ થયું હતું.

આ સમાચારને શેર કરો