વાંકાનેર: ભોજપરા પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિની જાગૃતા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું.

વાંકાનેર: ભોજપરા ગામે આજે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ભોજપરા પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યૂ હતું,જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, આ સ્પ્રધામાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન અંગેની જાગૃતિ દર્શાવતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા , આ સ્પ્રધામાં પ્રથમ નંબર પર વિજેતા કાલરા સના, દ્રિતીય નંબર પર ખોરજીયા મહેક અને તૃતીય નંબર પર કડીવાર આરજુ એ મેળવ્યા હતો. આ સ્પ્રધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પ્રધા બાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કર્યા હતા અને COTPA-2003 કાયદા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી, આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક રમીઝભાઈએ કર્યું હતું, અંતમાં શાળાના આચાર્ય એસ.યુ.લોલાડીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન પોતે જિંદગીમાં ક્યારેય ન કરવા તથા પોતાના પરિવારને પણ વ્યસનથી બચવા માટે સૂચન કર્યું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •