Placeholder canvas

મોરબી: સર્વોપરી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી: આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબીના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા સર્વોપરી વિદ્યાલય મહેન્દ્રનગર મોરબી માં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ વચ્ચે એક ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં કુલ ૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ વ્યસન અંગે જુદા જુદા ચિત્રો દોર્યા હતા અને સ્પર્ધામાં વિજેતા જાહેર થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારિરીક, આર્થિક નુકસાન અને વ્યસન છોડવા માટે માહિતીગાર કરીયા હતા અને સ્પર્ધાના અંતે શાળાના સંચાલક/પ્રિન્સપાલ જલ્પેશ સાહેબે પણ વિદ્યાર્થીઓને વ્યસન છોડવા અને પોતાના પરીવારના સભ્યોને પણ વ્યસન મુકત બનવા માટે જણાવ્યું હતુ અને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માન્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો