Placeholder canvas

વાંકાનેર શહેરના મચ્છુમાં મંદિર આસપાસ વિસ્તારમાં કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું

જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
આગામી તા. ૧૨ ના રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાતી હોય છે. તો મોરબી પંથકમાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાય છે. ત્યારે હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને વાંકાનેરમાં આવેલ મચ્છુ માતાજી મંદિર આસપાસના વિસ્તારમાં કર્ફ્યું જાહેર કરાયું છે.

મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર શહેર વિસ્તારમાં વાંકાનેર શહેરના ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ પી પાન સુધી, વાંઢા લીમડા ચોક થી જીનપરા જકાતનાકા અને મિલ પ્લોટ મેઈન રોડથી મચ્છુ માતાના મંદિર સુધી તેમજ મંદિર આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં તા. ૧૨ ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવેલ છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો