Placeholder canvas

દેશી દારૂની ખેપ મારવા નિકળેલુ બોલેરો ટંકારા પાસે પલ્ટી ખાઈ ગયો

By જયેશ ભટાસણા – ટંકારા
કરમ હોય વાકા તો ધકા મારે રાકા. દેશી દારૂની ખેપ મારવા નિકળેલુ બોલેરો રાજકોટ મોરબી રોડ પર ટંકારા નજીક પલ્ટી ખાઈ ગયાના સમાચાર વાયુવેગે દારૂના પ્યાસીઓના કાને પડતાં દારૂ લેવા ઉમટી પડ્યા હતા. પણ તેમની પહેલા પોલીસ પહોંચી ગઈ હોય પ્યાસીઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. અકસ્માત બાદ ડ્રાઇવર ડાયવર પણ ઇજાગ્રસ્ત હાલતમાં નાસી છુટયો હતો

ટંકારા નજીક મોરબી- રાજકોટ હાઇવે ઉપર ખજૂરા હોટેલ આગળ આજે સવારે દારૂ ભરેલી જીજે 03બીએ 0050 નંબરની બોલેરો કાર કોઈ કારણસર પલ્ટી મારી રોડની નીચે ઊંઘી પડી હતી. અકસ્માત બાદ હાઇવેથી પ્રસાર થતા મુસાફરો ધટના સ્થળે દોડી ગયા હતા ત્યારે ડાઈવર ગાડી મુકી ઈજાગ્રસ્ત હાલતમાં નાસી છુટયો હોય શંકાસ્પદ બાબતે ટંકારા પોલીસને જાણ કરતાં પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ બોલેરોમાંથી દેશી દારૂની 5- 5 લિટરની કોથળીઓના બાચકા ભરીને ખેપ મારવા નિકળયો હોવાનું સામે આવ્યું હતું. પ્યાસીઓને પણ આ સમાચાર મળતા તેઓ પણ દારૂ લેવા પહોંચી ગયા હતા. પણ પોલીસ અગાઉથી જ પહોંચી હોય પ્યાસીઓમાં નિરાશા જોવા મળી હતી. પોલીસે હાલતો સમગ્ર ધટના અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો