Placeholder canvas

અબડાસા-લખપતમાં તિડનું 10 કિ.મી.નું વિશાળ ઝૂંડ તાટક્યુ.

હજુ થોડા સમય પહેલાં અબડાસા, લખપત પંથકમાં મોટી સંખ્યામાં ત્રાટકેલા તીડનાં ઝુંડ દ્વારા ખેડૂતોના ઉભા પાકને મોટું નુકશાન પહોંચાડ્યા બાદ ભારત-પાકિસ્તાનની રણસીમા નજીક ફરી પાછા તીડનાં ઝુંડ દેખાતાં કચ્છની તીડ નિયંત્રણ કચેરી હરકતમાં આવી હતી અને આ વિસ્તારમાં ટીમ ઉતારી દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કચ્છના અબડાસા,લખપત અને સૌરાષ્ટ્રના બનાસકાંઠાની નજીક તીડના ઝુંડ જોવામાં આવતાં ખેડૂતોએ જિલ્લા કક્ષાએ તીડ નિયંત્રણ કચેરીને જાણ કરી હતી, જેના કારણે આ કચેરીની ટીમે આ સરહદી વિસ્તારની મુલાકાત લઇ દવા છંટકાવ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જિલ્લા તીડ નિયંત્રણ અધિકારી અશોક બારિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તીડનાં ઝુંડના આક્રમણની જાણ થતાં જ ટીમ ધસી ગઇ હતી.

આ તીડને જ્યાં સુધી હવામાન માફક આવે’ ત્યાં સુધી તે રહેતા હોય છે, પરંતુ થોડા જ સમયમાં તે’ સાઉદી અરેબિયા તરફ પ્રસ્થાન કરશે. જો કે, તેના પર સતત નજર રાખવામાં આવશે. જો કે, આપણી સરહદની ભૌગોલિક સ્થિતિના કારણે માર્ગની બંને બાજુ કાદવ-કીચડના કારણે દવા છંટકાવમાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં શક્ય હોય ત્યાં’ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,8-10 કિ.મી. વિસ્તારમાં તીડ ઝુંડ સાથે ત્રાટકે છે. તીડ ખેતીપાકના દુશ્મન ગણાય છે. તેના આક્રમણથી ઉભા પાકની સોથ વાળી દેવામાં આવે છે. તીડને ડેઝર્ટ તીડ કહે છે. જે મહદઅંશે રણ વિસ્તારમાં ઉત્પન થાય છે. ઓમાન સુદાન અને ઈરાન જેવા દેશોના રણ પ્રદેશમાં ચોમાસાના સંક્રમણ કાળમાં તેનું પ્રજનન થાય છે અને તે આવા અનેક દેશોને નિશાન બનાવી આગળ આવે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો