Placeholder canvas

ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, હથિયારો સાથે 9 આરોપી ઝડપાયા

ગુજરાત ATS દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. 54 જેટલા હથિયારો સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગના હથિયારો ઓટોમેટિક અને વિદેશી છે. અમદાવાદ અને અમરેલી સહિતની જગ્યાઓ પરથી હથિયાર ઝડપાયા છે. મહત્વનું છે કે, કચ્છમાં મોરના શિકારમાં પકડાયેલા આરોપીની તપાસ બાદ હથિયારના તસ્કરીનું રેકેટ ઝડપાયુ છે.

મોટી સંખ્યામાં હથિયારો ઝડપાવવા મામલે ATSના ACPએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું, જે હથિયાર મળ્યા છે તે ઈસ્કોન ચાર રસ્તા પાસે આવવાના હતા. પૂછપરછ દરમિયાન રેકેટ સામે આવ્યું હતું. અત્યાર સુધી 54 વિદેશી હથિયારો મળ્યા છે. 80 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. વાંકાનેર, ચોટીલા, જામનગર, અમરેલી સહિત 35 જગ્યાએ ઓપરેશન હાથ ધરાયું હતું. કચ્છમાંથી પણ એક રાયફલ કબજે લેવાઈ હતી.

ATSએ વધુમાં કહ્યું કે, તરૂણ ગુપ્તાની પૂછપરછથી વધુ માહિતી સામે આવશે. FSLને તપાસ માટે હથિયારો મોકલવામાં આવશે. પૂછપરછ બાદ ખબર પડશે કે રેકેટ કેટલા સમયથી ચાલું હતું? ઝડપાયેલા શખ્સોમાંથી મોટાભાગના જમીનના કારોબારી છે. આટલા હથિયારોનું શું કરવાનું હતું તેની પૂછપરછ થશે. શખ્સોએ તરૂણ ગુપ્તા પાસેથી હથિયારો ખરીદ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ

વાહીદખાન પઠાણ, જાવેદખાન પઠાણ, ઈમરાન ખાન પઠાણ, નઈમખાન પઠાણ, કાવા ભાઈ સંધિ, મુસ્તાક બ્લોચ, અમીર ઉર્ફે કાળું મુસ્લિમ, રાજુ ઉર્ફે ડિમ્પલ યાદવ, વસીમ ઉર્ફે બાપુડી દિવાનને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો