વાંકાનેર: સિંધાવદર ગામે 70 હજારના મુદ્દામાલ સાથે 8 શકુની ઝડપાયા

વાંકાનેર: સિંધાવદર ગામમાં ગત રાત્રે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડીને આઠ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડયા છે, તેમની પાસેથી પોલીસને ૭૦,૩૦૦નો મુદ્દામાલ મળ્યો છે.

મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધીક્ષક રાધિકા ભારાઈ તરફથી મોરબી જિલ્લામાં પ્રોફેશન અને જુગાર નાબુદી માટે સૂચના થઈ આવેલ હોય, વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અકીલભાઈ બાંભણિયાને ખાનગી હકીકત આધારે વાંકાનેર તાલુકાના જુના સિંધાવદર ગામે, રેલવે ફાટક પાસે પેઢલી વિસ્તારમાં રહેતા દિનેશભાઇ દેવજીભાઈ દંતેસરીયા જાતે કોળીના કબ્જા ભોગવટા વાળાના મકાનમાં રેડ કરી, 8 ઈસમોને ગંજી પત્તાના પાના તથા પૈસા વતી જુગાર રમતા રોકડ રૂપિયા ૭૦,૩૦૦ સાથે પકડી પાડી જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ જુગારની રેડમાં પકડાયેલા આરોપી માં (1) સિંધેશભાઈ દેવજીભાઈ દંતેસરીયા જાતે કોળી ઉ.વ. ૩૫, (2) વિપુલભાઈ દેવજીભાઈ વિરસોડીયા જાતે કોળી ઉ.વ.22, (3) નિઝામુદ્દીન ઉસમાનભાઈ શેરસિયા જાતે મોમીન ઉ.વ. ૩૫ (4) હનીફભાઈ મામદભાઈ શેરસિયા જાતે મોમીન, ઉ.વ.33, (5) રમેશભાઈ લાખાભાઈ વીરસોડિયા, જાતે કોળી, ઉ.વ.47 ઉપરના બધા રહેવાસી સિંધાવદર, (6) મામદભાઈ હુસેનભાઈ શેરસિયા, જાતે મોમીન, ઉ.વ.48, (7) અબ્દુલભાઈ વલીમામદભાઈ બાદી, જાતે મોમીન, ઉ.વ.38, રહે.અરણીટીંબા, (4) બટુકસિંહ ચંપુભા ઝાલા, જાતે દરબાર,ઉ.વ.49,રહે ઘીયાવડ.

આ રેડમાં આર.એ. જાડેજા પીએસઆઇ વાંકાનેર તાલુકા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા, લોકરક્ષક અકીલભાઈ બાંભણિયા તથા અજયસિંહ ઝાલા રોકાયા હતા.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •