Placeholder canvas

રાજકોટમાં કોરોના કાળો કેર : 76ના મોતથી હાહાકાર

ગઈકાલના 62માંથી 17 મોત કોરોનાથી જાહેર કરતું તંત્ર, હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધી માટે 306 લોકોની મદદની ગુહાર કરી

રાજકોટમાં કોરોના કાળ બનીને સતત કહેર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 76 વ્યકિતઓના મોતથી હાહાકાર મચી ગયો છે. ગઇકાલે 62 કોરોના મોતમાં ડેથ ઓડિટ કમિટીએ કોરોનાથી માત્ર 17 મોત જાહેર કર્યા છે. જયારે અન્ય મોત કો-મોર્બિડ હોવાનું જણાવ્યું છે. વહિવટી તંત્ર કોરોના ડેથ રેસીયો અટકાવવા ઉંધા માથે થઇ ગયું હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટમાં આજે વહિવટી તંત્ર દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટીનમાં 76ના મોત જાહેર કર્યા છે. શહેરમાં ગઇકાલે ધન્વતરીઓ દ્વારા 14739 લોકોની મુલાકાત કરી સારવાર આપી હતી. જિલ્લામાં 104 સંજીવની રથોએ 689 આવાસોના કોલમાં દોડી જઇ લોકોના ટેસ્ટીંગ કર્યા હતા. રાજકોટ મનપાના હેલ્થ સેન્ટરમાં ગઇકાલે 4003 વ્યકિતઓની ઓપીડી કરવામાં આવી હતી. જેમાં તાવ, શરદી, ઉધરસની સામાન્ય બિમારીના 286 વ્યકિતઓને દવા-સારવાર કરવામાં આવી હતી. જયારે જિલ્લામાં 91 વ્યકિતઓની દવા કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો