Placeholder canvas

મોરબીમાં વધુ સાત પોલીસ કર્મીઓને બઢતી અપાઈ

મોરબી : લોકડાઉનમાં પોલીસ સ્ટાફ તમામ સ્થળોએ ખડેપગે રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.ત્યારે મોરબી જીલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા 7 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

જેમાં પોલીસ હેડ ક્વાર્ટર સીટી ટ્રાફિકના દેવાયતભાઈ દેવરાજભાઈ ગોહેલ, મોરબી સીટી એ ડીવીઝનના ફાલ્ગુનકુમાર જયેન્દ્રભાઈ પટેલ, પીયુષકુમાર પ્રાણલાલ દવે, પોલીસ હેડ ક્વાર્ટર સીટી ટ્રાફિકના અમિયલ અહમદ શેરશીયા, હળવદના તેજશકુમાર વેલજીભાઈ વિડજા, પોલીસ હેડ ક્વાર્ટર જી.કંટ્રોલના ભગીરથસિંહ હરભમસિંહ ઝાલા અને સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા ચકુભાઈ દેવશીભાઈ કલોતરાને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રમોશન આપવામાં આવ્યું છે.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો