Placeholder canvas

આજે હળવદમાં 5, વાંકાનેરમાં 1 અને ટંકારામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…

ચરડવામાં રહેતા હળવદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત પાંચના કોરોના રિપોર્ટ પોઝિટિવ

આજે મોરબી જિલ્લામાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે 5, વાંકાનેર શહેરમાં 1 અને ટંકારાના મિતાણા ગામે એક કેસ નોંધાયો છે. હળવદના ચરાડવા ગામે નોંધાયેલા 5 કેસ એક જ પરિવારમાં નોંધાયા છે. જેમાં હળવદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત તેમના પરિવારના પાંચ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે.

વાંકાનેરમાં વિવેકાનંદ સોસાયટીમાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી આજે વધુ એક 75 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. આ સાથે વાંકાનેરમાં કોરોના કેસનો કુલ આંકડો 51 પર પહોંચ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો