Placeholder canvas

વાંકાનેર: ખેરવા ગામની સીમમાંથી દારૂ સાથે કુલ 7લાખનો મુદામાલ પકડાયો.

પીઆઈ હડીયાના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમીનાં આધારે કાર્યવાહી: આરોપીને અગાઉથી જ પોલીસની ગંધ આવી જતા ભાગી ગયા હતા.જ્યારે દારૂની 2256 બોટલ, બીયરના 192 ટીન કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો

વાાંકાનેેર તાલુુકાના ખેરવા ગામની સીમમાં ગતરાત્રે એરપોર્ટ પોલીસે દરોડો પાડયો હતો જયાં એક ખેતરની ઓરડીમાંથી દારૂની 2256 બોટલ અને બીયરનાં 192 ટીન મળી રૂા.6.96લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જોકે સ્થળ પરથી કોઈ વ્યકિત મળી ન આવતા દારૂ લાવનાર અનિરૂધ્ધસિંહ ઉર્ફે મોન્ટુની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ઉતર વિભાગનાં એસીપી એલ.આર.ટંડેલે દારૂ અને જુગારની બદી નાબુદ કરવા દરોડાની કાર્યવાહી કરવા સુચના આપી હોય જેના અનુસંધાને એરપોર્ટ પોલીસના પીઆઈ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.સી.પરમાર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે અનિરૂદ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ગંભીરસિંહ ઝાલા રહે. ખેરવા, તા.વાંકાનેરએ ખેરવા ગામની સીમમાં વણઝારા ગામ તરફનાં રસ્તે હનુમાન મંદિરની બાજુમાં આવેલા ખેતર પાસેની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે.

બાતમી મળતા જ પીએસઆઈ સહીતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને દરોડો પાડતાં ઓરડીમાંથી દારૂની 2256 બોટલ અને 192 બીયરના ટીન મળી આવ્યા હતા. જે રૂા.6,96,000 નો મુદામાલ પોલીસે કબ્જે કરી બુટલેગર વિરૂધ્ધ ગુન્હો દાખલ કર્યો છે. સુત્રોમાંથી જાણવા મળ્યુ છે કે અનિધ્ધસિંહ ઉર્ફે મોન્ટુ અગાઉ પણ દારૂના અનેક ગુનામાં પકડાઈ ચૂકયા છે. પાસા તળે જેલની હવા પણ ખાઈ ચુકયો છે. એરપોર્ટ પોલીસે દરોડો પાડયો ત્યારે સ્થળ પરથી કોઈ વ્યકિત મળી આવેલ નહિં. નામચીન બુટલેગરને જાણે અગાઉથી જ પોલીસની ગંધ આવી ગઈ હોય તેમ સ્થળ પરથી મળી આવ્યો નહોતો. જેથી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….
.

https://chat.whatsapp.com/D6UaRbZuUwsF3CmCOiUN8w

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો