Placeholder canvas

ગુજરાતના જામનગરના પિરોટન, દ્વારકા, પોરબંદર, ઓખા, માધવપુર સહિતના રાજ્યના 7 આઈલેન્ડનો વિકાસ કરાશે

વિકાસ શક્ય છે કે નહીં તેના પાછળ 10 કરોડ ખર્ચાશે : આંદામાન-નિકોબાર જેવા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકારની તૈયારી…

ગુજરાતની રૂપાણી સરકાર આગામી સમયમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના સાત આઈલેન્ડનો વિકાસ કરવા તરફ આગળ વધી રહી છે. આ માટે જામનગરના પિરોટન, દ્વારકા, પોરબંદર, ઓખા, માધવપુર સહિત 7 પ્રવાસન સ્થળોને આંદામાન-નિકોબાર જેવું આઈલેન્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થળોનો વિકાસ શક્ય છે કે નહીં તેના પાછળ 10 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપબેન્ટ બોર્ડ (GIDB)એ આઈલેન્ડના વિકાસ માટેનો અભ્યાસ શરૂ કરી દીધો છે અને તે અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (GIDB) આઈલેન્ડને શોધીને તેને વિકાસ કરવાનો પ્લાન બનાવશે. સરકારે 2015-16ના બજેટમાં આ અંગેની જોગવાઈ કરી હતી. ગુજરાતના જે સ્થળોને આઈલેન્ડ તરીકે વિકસાવવામાં આવશે તેમાં જામનગરનો પીરોટન ટાપુ ઉપરાંત મામલિયા, મુર્ગા, બેટ શાંખોદર (બેટ દ્વારકા), સવાઈબેટ, પિરામ અને આલિયાબેટનો સમાવેશ થાય છે.

પ્રવાસન વિભાગના જણાવ્યા મુજબ સરકારે જે ઓથોરિટી બનાવી છે તે પ્રવાસન વિકાસ, આઈલેન્ડમાં સલામતિ વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, બંદરથી કનેક્ટિવિટી અને બાયો ડાઈવર્સિટી જેવા મુદ્દાઓનો અભ્યાસ કરશે. ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયાનિકારો મળ્યો છે તેથી દરિયામાં આઈલેન્ડને આંદામાન અને નિકોબારની જેમ વિકસાવવાનો સરકારનો પ્લાન છે. જો આ પ્લાન સફળ થશે તો હરવા-ફરવાના શોખીનોએ વેકેશનમાં બહુ દુર જવાની જરૂર રહેશે નહીં કારણ કે આઈલેન્ડ પર જવા માટે બોટ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત આઈલેન્ડ પર પર્યાવરણીય જતન સાથેની હોટેલ્સ અને મોટેલ્સ મળશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો