Placeholder canvas

મોરબી જિલ્લામાં વધુ 6 કેસ સાથે આજના કુલ 8 કેસ, 4 લોકો ડિસ્ચાર્જ અને એકનું મૃત્યુ

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે વધુ 6 કોરોના કેસ નોંધાતા આજના કુલ કેસ 8 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 256 થઈ ગયા છે. આ સાથે આજે એક કોરોનાના પોઝિટિવનુ મૃત્યુ પણ થયું છે. જ્યારે આજે 4 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આજે બપોર સુધીમા એક ટંકારા અને એક મોરબી કોરોનાના કેસ સામે આવ્યા બાદ સાંજે મોરબી શહેર માંથી વધુ 4 અને હલ્વદમાં 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે આમ આજના કુલ આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે મોરબી શહેરના 4 દર્દીઓ સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ ઉપરાંત આજ રોજ મોરબીના 63 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમા 265 પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 152 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે. 20 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 93 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો