Placeholder canvas

મોરબી જિલ્લાનું ધોરણ 10નું 64.62% પરિણામ

મોરબી જિલ્લાનો રાજ્યમાં સાતમો ક્રમ, 30 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં, હળવદ કેન્દ્ર જિલ્લામાં પ્રથમ…

મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જીલ્લાએ 64.62% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં 7મુ સ્થાન મેળવેલ છે.

આજે જાહેર થયેલા ધોરણ ૧૦ના પરિણામમાં મોરબી જીલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવ્યો છે. જયારે 516 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ધો. 10નું મોરબી જિલ્લાનું 2019માં 74.09% પરિણામ હતું. જે ઘટીને આ વર્ષે 2020માં 64.62% આવ્યું છે. આમ, મોરબી જીલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા આશરે 10% ઘટ્યું છે.

આ વર્ષે મોરબી જીલ્લામાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું છે. જેમાં હળવદ કેન્દ્રનું 71.37%, વાંકાનેર કેન્દ્ર 66.70%, સિંધાવદર કેન્દ્ર 66.32%, ચંદ્રપુર કેન્દ્ર 62.54%, મોરબી 64.04% , ટંકારા કેન્દ્ર 55%,ચરાડવા કેન્દ્ર 46.10% અને પીપળીયા કેન્દ્રનું 55.74 % પરિણામ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો