Placeholder canvas

વાંકાનેર નગરપાલિકામાં 62.69 ટકા મતદાન : જાણો વોર્ડ વાઇઝ મતદાનના આંકડા 

કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી લડતા 69 ઉમેદવારોનું ભાવિ ઇએવીએમમાં કેદ

વાંકાનેર : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે વાંકાનેર નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે આજે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી લડતા 54 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે આજે સવારથી વાંકાનેરના રહેવાસીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક લોકશાહીનું પર્વ માનવવામાં આવ્યું હતું. સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સુધીમાં મતદાનનો સરેરાશ આંકડો 62.69 ટકા સુધી પહોંચ્યો હતો. વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 73.20ટકા અને સૌથી ઓછું વોર્ડ નંબર 5માં 54.97 ટકા મતદાન નોંધાયું હતું. વાંકાનેર પાલિકાના ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કોરોના સંક્રમિત બનતા મોરબી જિલ્લામાં એક માત્ર કોરોના પોઝિટિવ દર્દીએ પીપીઈ કીટ પહેરીને મતદાન કર્યું હતું. ગત ચૂંટણીની તુલનાએ આ ચૂંટણીમાં 8 ટકાથી વધુ મતદાનમાં ઘટાડો નોંધાયો છે ગત ચૂંટણીમાં વાંકાનેર પાલિકામાં 71.21 ટકા મતદાન થયું હતું.

સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા સુધીના વાંકાનેર નગરપાલિકાના વોર્ડ વાઇઝ મતદાનના આંકડા

વોર્ડ -1—–64.39%
વોર્ડ -2—–73.20%
વોર્ડ -3—–57.38%
વોર્ડ -4—–59.59%
વોર્ડ -5—–54.97%
વોર્ડ -6—–65.87%
વોર્ડ -7—–62.64%

આ સમાચારને શેર કરો