Placeholder canvas

સુરતમાં 61 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, બિલ્ડીંગના 1200 રહેવાસીને ક્વૉરન્ટાઇન કરાયા

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ એક થયું છે. રાજ્યના સુરત શહેરમાં પાલ વિસ્તારમાં રહેતી 61 વર્ષીય મહિલાનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. મહિલાએ કોઈ પણ પ્રકારનો પ્રવાસ કર્યો નહોતો. પાલ વિસ્તારમાં રહેતી મહિલા રજનીબેન મનોહરલાલ લીલાણીનું મોત થતા પાલ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાન પ્લેટનિમ નક્ષત્ર બિલ્ડીંગના 250 પરિવારના 1200 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે.

બનાવની વિગત એવી છે કે ગઈકાલે જ સુરતની મહિલા રજનીબેન લીલાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીની કેસ હિસ્ટ્રી કરતા આરોગ્ય વિભાગને જાણવા મળ્યું હતું કે તેમનો પુત્ર 8 માર્ચે મુંબઈ ગયો હતો અને 9મી માર્ચે પરત ફર્યો હતો. ત્યારબાદ તેમના પુત્રને કફની ફરિયાદ થઈ હતી. કફ ઉપરાંત તેને તાવ આવતા સામાન્ય ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી અને તે સાજો થઈ ગયો હતો.

દરમિયાન પ્રાપ્ત અહેવાલો મુજબ રજની બહેન લીલાણીનું અવસાન થતા તેઓ સુરતના પાલ વિસ્તારની જે બિલ્ડીંગમાં રહેતા હતા તે 250 ફ્લેટની આખી બિલ્ડીંગના 1200 લોકોને ક્વૉરન્ટાઇન કરાયા છે. અગાઉ ગઈકાલે સાંજે જ પાલિકાના ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર બિલ્ડીંગને સેનિટાઇઝ કરાઈ હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો