Placeholder canvas

વાંકાનેર: મહીકા ગામની સીમમાં ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડામાં 6 શકુનિઓ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ -વાંકાનેર
વાંકાનેર મહીકા ગામની સીમમાં આવેલ આધારે સતિશભાઇ નરશીભાઇ સોંલકી રહે.વાંકાનેરનીવાડી ઓરડીમાં બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારના સાધન સગવડ પુરી પાડી ગે.કા.રીતે ગંજીપતાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પતાનો જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન છ ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂ.૧,૦૪,૫૦૦/-સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુન્હો રજી.કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ

માહિતી મુજબ વાંકાનેર મહીકા ગામની સીમમાં આવેલી વાડી અંદર ચાલતા જુગારધામ પર દરોડા જુગાર રમતા (૧) સતિષભાઇ નરશીભાઇ સોંલકી જાતે કોળી ઉંવ ૩૦ રહે.નવાપરા શેરી નં.-૪ વાકાનેર (ર) સંતોષભાઇ રામજીભાઇ રાઠોડ જાતે કોળી ઉવ ૫૦ રહે.વીશીપરા, વાંકાનેર જી.મોરબી (૩) હુશેનભાઇ અલીમામદભાઇ શેખાણી જાતે મેમણ ઉવ.૩૨ રહે.લક્ષ્મીપરા વાંકાનેર જી.મોરબી (૪) મુકેશભાઇ રમેશભાઇ ડાભી જાતે કોળી ઉવ.૪૦ રહે.નવાપરા,વાકાનેર જી.મોરબી (૫) મનોજભાઇ મેરૂભાઇ રાઠોડ જાતે કોળી ઉવ.૩૬ રહે.નવાપરા, વાંકાનેર જી.મોરબી (૬) મનોજભાઇ ગીરધરભાઇ ડાભી જાતે કોળી ઉવ.૩૧ રહે.નવાપરા, વાંકાનેર જી.મોરબી પકડીને જુગારધારા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં શ્રી ડી.વી.ડાંગર, પો.સબ ઇન્સ.વાંકાનેર તાલુકા પો.હેડ કોન્સ,મયુરધ્વજસિંહ જાડેજા પોલીસ કોન્સ. હરીચન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા , સંજયસિંહ જાડેજા, લોકરક્ષક અકીલભાઇ બાંભણીયા અને અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો