Placeholder canvas

વાંકાનેર ગાયત્રી મંદિરે 50 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાય…

અંજની પ્લાઝાના લુક, લે-આઉટ અને સુવિધામાં ધરખમ ફેરફાર

વાંકાનેર: કોરોના મહામારીમાં કોરોના સંક્રમિત થતા દર્દીઓને હાલમાં હોસ્પિટલમાં ક્યાંય જગ્યા મળતી નથી તેમજ ઓક્સિજન, બેડ અને તબીબી સારવાર મેળવી ભારે મુશ્કેલ બની રહી છે, એવા સમયમાં વાંકાનેર ગાયત્રી મંદિર પાસે આવેલા હોલમાં કોવિડ હોસ્પિટલ આજથી શરૂ કરવામાં આવી છે.

આ કોવિડ સેન્ટર ગાયત્રી મંદિર પાસે આવેલ સ્કુલના હોલમાં મહિલા અને પુરુષ એમ અલગ અલગ બે વિભાગમાં 25-25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં તમામ તબીબી સુવિધા સાથે જમવાની પણ વ્યવસ્થા કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર ફ્રીમાં કરવામાં આવનાર છે. સરસ વાતાવરણમાં અને સંપૂર્ણ સુવિધા સાથે શરૂ થયેલ કોવીડ સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓ માટે રાહતના સમાચાર છે.

આ કોવીડ સેન્ટર ડો એ.જે. મસાકપુત્રાના માર્ગદર્શનમાં અને અન્ય બે એમબીબીએસ અને એક એમ.ડી. તેમજ અન્ય ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની સેવાઓ દર્દીઓને મળશે.

આ કોવિડ સેન્ટર માટે ગાયત્રી મંદિર વાળા અશ્વિનભાઈ રાવલ, હિરેન પારેખ, પ્રજ્ઞેશ પટેલ તેમજ અન્ય ઉદ્યોગપતિઓ અને આગેવાનો મહેનત કરી રહ્યા છે અને આરએસએસના સ્વયંસેવકો અહીં સેવા આપી રહ્યા છે. સંપૂર્ણ કોવિડ સેન્ટરની સેનેટાઈઝની જવાબદારી અર્પિતભાઈ પલાણ (આર્પટન ઈન્ટરનેશનલ મોરબી) દ્વારા સેનેટાઈઝેશન ટ્રીટમેન્ટ પુરી પાડવાની સેવા આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો