Placeholder canvas

દારૂના કટીંગ વખતે બે અલગ અલગ જગ્યાએથી 4752 બોટલ દારૂ પકડાયો

કુવાડવા પાસેના રાણપુર ગામના પાટીયા પાસેથી 1200 બોટલ અને સુરેન્દ્રનગરના ડોસલીધુના ગામની સીમમાંથી 4752 બોટલ દારૂ

ચોટીલાના નાની મોલડી પાસે કટીંગ વેળાએ ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂા.19 લાખના દારૂ સાથે રાજકોટના બે શખ્સ ઝડપાયા

રાજકોટ તા.16 શહેરની કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તે રાણપર ગામના પાટીયા પાસે એસીપી ક્રાઇમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે એક બોલેરો પીકઅપ વાનના ચાલકને અટકાવી વાહનની તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 100 પેટી નંગ 1200 કિં.રૂા.4.80 લાખ અને પીકઅપ વાન સહિત રૂા.8.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલ ચાલકની પુછપરછમાં દારૂનો જથ્થો નવા એરપોર્ટની પાછળ વાડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનો ટ્રક ઉતરે છે અને ત્યાં કટીંગ થતું હોવાની કબુલાત આપતા એસીપીની અન્ય ટીમે દરોડો પાડી રૂા.14,20,800ની 3552 વિદેશી દારૂ, ટ્રેકટર, ઇનોવા સહિત રૂા.32,21,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ ત્યાં પડેલા ટ્રકની તલાસી લેતા તેમાં ભૂસાની આડમાં દારૂનો મોટો જથ્થો સંતાડયો હોવાનું જાણવા મળ્યુ હતું.

ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર તરફ જતાં રસ્તે રાણપર ગામના પાટીયા સામેથી આવી રહેલ બોલેરો જીજે 03 બીડબલ્યુ 5361ને રોકી તેમાં બેસેલા બે શખ્સોની પુછપરછ કરતાં તે બંનેના નામ નીતિન વિનુભાઇ વાઘેલા (રહે.નવા થોરાળા શેરી નં.5) અને મહેન્દ્ર દિનેશભાઇ પરમાર (રહે.નવા થોરાળા શેરી નં.3) નામ જણાવ્યા હતાં. તેની પાસે રહેલ બોલેરો પીકઅપ વાનમાંથી રૂા.4.80 લાખની 1200 વિદેશી દારૂની બોટલ મળી આવતાં કુલ રૂા.8.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

તેમજ બંનેની પુછપરછ કરતાં કબુલાત આપી હતી કે આ દારૂનો જથ્થો એરપોર્ટની પાછળ સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલી ધુના ગામની સીમમાંથી લઇ આવેલ છીએ. જેથી પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં ત્યાંથી એક ટ્રક નં.જીજે 01 એવી 8786 મળી આવ્યો હતો. તેમજ ત્યાં નજીકમાં જીજે 13 એનએન 6179 નંબરનું ટ્રેકટર અને જીજે 04 સીએચ 7007 નંબરની ઇનોવા કાર રેઢી મળી આવી હતી. ત્યાં દારૂનો મોટા પાયે કટીંગ થતું હોવાની હકિકત મળી હતી. ઘટના સ્થળેથી વિદેશી દારૂની 3552 બોટલ રૂા.14.20 લાખ અને ટ્રક, ટ્રેકટર, ઇનોવા કાર અને એક મોબાઇલ સહિત રૂા.32,21,300 મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી ભુસાનો જથ્થો પણ મળી આવતાં ભૂસાની આડમાં મોટી માત્રામાં દારૂ લવાયો હોવાની શંકા છે. તેમજ ત્યાં બાજુમાં ઓરડીમાં પણ દારૂ છુપાવેલ હતો. દારૂની રેડ દરમ્યાન ભાગી ગયેલા શખ્સોની શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન ટ્રકમાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રહેતા પોલારામ નામના શખ્સનું આધારકાર્ડ મળી આવ્યુ હતું તેમજ દારૂનો જથ્થો હરિયાણાથી મંગાવ્યો હોવાની શંકા છે.

_________________________________________________

શું તમે તમારા ધંધાની માહિતી વાંકાનેરની ડિજિટલ બિઝનેસ ડિરેક્ટરી ‘કારોબાર ડોટ કોમ’ માં આપી
‘કારોબર ડોટ કોમ‘ બિઝનેસની માહિતી હોવી એ પણ એક પ્રકારનો પ્રચાર જ છે.
‘કારોબાર ડોટ કોમ’ માં બિઝનેસની માહિતી આપવી એકદમ સરળ છે, નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલી લિંક પર ક્લિક કરો અને google ફોર્મમાં તમારી માહિતી સબમિટ કરો.

https://forms.gle/yLMmfiEwooHXPsj96

————————————————————–

રાજકોટ એસીપી ડી.વી.બસીયા અને ટીમ દ્વારા દારૂના કટીંગ વેળાએ દરોડો પાડી દારૂનો જથ્થો પકડી પાડયો તે જગ્યા સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોરડી પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોય જેથી આગળની તપાસ નાની મોરડી પોલીસ મથકના પીએસઆઇને સોંપવામાં આવી હતી.

કટીંગ વેળાએ પોલીસ ત્રાટકતા નાસભાગ મચી : ચાર વાહનો, ત્રણ મોબાઇલ સહિત 39.91 લાખનો મુદામાલ કબ્જે : પોલીસ તપાસ દરમ્યાન ટ્રકમાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક શખ્સનું આધારકાર્ડ મળી આવ્યું : હરિયાણાથી દારૂ મંગાવ્યો હોવાની શંકા

આ સમાચારને શેર કરો