Placeholder canvas

વાંકાનેર, ટંકારા અને હળવદમાં કોરોનાના એક એક કેસ નોંધાયા: 3ને હોસ્પિટલમાંથી અપાઇ રજા

આજે સવારે એક અને સાંજે 3 કુલ નવા 4 કેસ નોંધાય, જિલ્લામાં કુલ કેસનો આંકડો 160 પર પહોચ્યો…

મોરબી જિલ્લામાં સવારે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સાંજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેર શહેરમાં એક અને ટંકારા તાલુકાના હીરાપર ગામે એક અને એક કેસ હળવદના જુના ધનાળા ગામે નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 160 થઈ ગયો છે.

મોરબી જિલ્લામાં સાંજે 5.30 વાગ્યે જાહેર થયેલા 3 કોરોના કેસની મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના દીવાનપરામાં રહેતા હરેશભાઇ પાટડીયા (ઉ.54)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે વાંકાનેર તાલુકામાં કોરોના કેસની સંખ્યા 21 થઈ ગઈ છે.

જ્યારે ટંકારા તાલુકાના હિરાપર ગામે રહેતા સાગર રતિલાલ સવસાણી (ઉ.24)નો કોરોના પોઝિટિવ આવ્યો છે. સાગર સિરામિક એકમમાં એકાઉન્ટન તરીકે કામ કરે છે. જેને કોરોનાના લક્ષણો દેખાતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં દેખાડતા નમુના લેવાયા હતા અને આજે સાંજે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી ટંકારા તાલુકા મેડિકલ ટીમના ડો. આશિષ સરસાવડીયા, ડો. ભાસ્કર, હિતેશ પટેલ સહિત મેડિકલ ટીમ હિરાપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આજના આ કેસ સાથે ટંકારા તાલુકામાં કોરોનાના કુલ ૪ કેસ થઇ ગયા છે.

જ્યાંરે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે વધુ એક કોરોના કેસ નોંધાયો છે. જેમાં ગામની સ્કૂલની બાજુમાં રહેતા ઝાલા અશ્વિનસિંહ અર્જુનસિંહ (ઉ.45)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે એકલા ધનાળા ગામમાં જ કોરોનાના કુલ 6 કેસ નોંધાઇ ચુક્યા છે.

મોરબી જિલ્લામાં સાંજે 5.30 વાગ્યા સુધીમાં કુલ ચાર નવા કેસ સાથે મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો 160 થઈ ગયો છે.

મોરબી જિલ્લામાં આજે કોરોનાના માત્ર ચાર જ કેસ નોંધાયા છે. મોરબી શહેરમાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસના નોંધાયો નથી. આજે ચાર નવા કેસની સામે મોરબીના 3 સંક્રમિત થયેલા દર્દી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 160 કુલ કેસ માંથી હાલમાં 85 કેસ એક્ટિવ છે. જ્યારે 66 લોકો સાજા થઈ ગયા છે. અને 9 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો