Placeholder canvas

વાંકાનેર: શેખરડી ગામે જાહેરમાં જુગાર રમતા 4 પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના શેખરડી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 12,830 જપ્ત કરવામાં આવ્યા છે.

ગઈકાલે વાંકાનેર તાલુકાના શેખરડી ગામમાં મીઠાભાઇ ધોરીયાની વાડીની બાજુમાં ખરાબામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 12,830 કબ્જે કર્યા છે. આ બનાવમાં પોલીસે આરોપીઓ રાજેશભાઇ ધીરૂભાઇ ગાદલીયા, પરબતભાઇ ગેલાભાઇ વાટુકીયા, પ્રેમજીભાઇ સામજીભાઇ માલકીયા તથા રાજેશભાઇ કશનભાઇ ધોરીયાની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો