Placeholder canvas

૩ ડિસેમ્બરે શા માટે વિશ્વભરમાં વિકલાંગતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વિશ્વભરમાં આજનો એટલે કે 3જી ડિસેમ્બરના દિવસને ‘વિકલાંગતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને છેલ્લા ૨૭ વર્ષથી વિકલાંગતા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે. અપંગતાનો અર્થ એ નથી કે તે કોઈ રીતે નબળા છે. તેમની પાસે સામાન્ય લોકો કરતા વધુ આત્મ-શક્તિ અને ઇચ્છાશક્તિ હોય છે.

જો આપણે અપંગતાના ઇતિહાસ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકલાંગોના વિકાસ વિષય પર વાત કરીએ, તો તેઓને તેમના હકનું મળવું જોઈએ, તેમની સામે કોઈ પણ ભેદભાવ ન થાય, તેથી, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ૧૯૮૧માં આંતરરાષ્ટ્રીય વિકલાંગોનું વર્ષ જાહેર કર્યું. જે પછી, આને લગતી ઘણી યોજનાઓ સતત બહાર આવી. પરંતુ વર્ષ ૧૯૯૨ થી ૩ ડિસેમ્બરને દર વર્ષે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષનો વિષય
દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસે કોઈ વિષય નક્કી કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે કોરોનાથી સંબંધિત વિષય રાખવામાં આવ્યો છે. આ વર્ષની થીમ બહેતર નિર્માણ છે. સંયુક્ત રાષ્ટ્રએ સમાજમાં અપંગ લોકો માટે જાગૃતિ લાવવા, તેમની સમાન તક વિશે વાત કરવા અને સામાન્ય લોકોની જેમ તેમની સાથે વ્યવહાર કરવા પર પોતાનો પ્રથમ વિષય આપ્યો હતો.

કેવી રીતે ઉજવાય છે આ દિવસ
આ દિવસ વિશ્વભરમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. આ દિવસનું આયોજન ભારતમાં આર્ટ પ્રદર્શનો દ્વારા કરવામાં આવ્યું છે. દિવ્યાંગ કલાકૃતિઓ બનાવીને પ્રસ્તુત કરે છે. એક સ્પીચ સ્પર્ધા પણ છે જેમાં તે ભાગ લે છે અને તેના મંતવ્યો વ્યક્ત કરે છે. આ વર્ષની વાત કરીએ તો કોરોનાને કારણે આ દિવસ ઓનલાઇન માધ્યમથી ઉજવવામાં આવશે.

શા માટેઉજવવો જોઈએ આ દિવસ
હંમેશાં જોવામાં મળે છે કે સામાન્ય લોકો અસામાન્ય લોકોની મજાક ઉડાવે છે. તેઓની પજવણી કરીને તેમનું મનોબળ તોડવાનો પ્રયાસ કરે છે. અપંગતા વિશે લોકોમાં જાગૃતિ હોવી મહત્વપૂર્ણ છે. લોકોએ તેમની યોગ્યતાઓ વિશે જાણવું જોઈએ. તેથી આ દિવસની ઉજવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

આ સમાચારને શેર કરો