Placeholder canvas

રાજકોટ: કોરોનાનું જીવલેણ આક્રમણ યથાવત : આજે વધુ 33 દર્દીના મોત

રાજકોટ: કોરોના સંક્રમણ બેકાબુ થઇ ગયાના ભયાનક સંજોગો વચ્ચે આજે ફરી 24 કલાકમાં 33 દર્દીના મૃત્યુ સારવાર દરમ્યાન થયા છે. જે સાથે ત્રણ દિવસમાં 98 લોકોના જીવ ગયા છે.

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાના 24 કલાકમાં શહેરના 29, ગ્રામ્ય વિસ્તારના અને અન્ય જિલ્લામાં 2 દર્દીએ જીવ ગુમાવ્યા જે સાથે મૃત્યુ આંક નીચો લાવવામાં સરકાર અને સ્થાનિક તંત્રો નિષ્ફળ જ રહ્યા છે.

દરમ્યાન ગઇકાલે બુધવારે થયેલા 26 મૃત્યુમાંથી કોવિડ ડેથ (સત્તાવાર) એક પણ જાહેર થયું નથી. આ 26 મૃત્યુના ડેથ ઓડિટ રીપોર્ટમાં કોરોનાથી ‘શૂન્ય’ મૃત્યુ દર્શાવાયા છે. તો શું આ તમામ આજના કે અગાઉ પણ મૃત્યુ પામેલા દર્દીઓ શું કોરોના સારવાર હેઠળ ન હતા. તેવો સવાલ હવે સામાન્ય લોકો પણ પુછી રહ્યા છે.

મંગળવારે અને બુધવારે મળી 65 લોકોના મોત બાદ આજના 33 મૃત્યુથી થોડા સમય અગાઉ કોરોનાના જેટલા દૈનિક કેસ આવતા હતા એટલા તો હવે દૈનિક મૃત્યુ થઇ રહ્યાનું ચિત્ર દેખાઇ રહ્યું છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો