Placeholder canvas

મોરબી જિલ્લાના 3 તાલુકામા 3 પોઝિટિવ કેસ: જિલ્લાના કુલ કેસ થયા 84

મોરબી : મોરબી શહેરમાં કરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે સાંજે પાંચ વાગ્યે કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી પાસે આવેલ અરિહંત સોસાયટીના 67 વર્ષના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમજ હળવદના ધનાળા ગામના આધેડ સંક્રમિત થયા છે અને વાંકાનેરના વાંકીયા ગામના વૃદ્ધ સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસ 84 થયા છે.

મોરબી જિલ્લામાં આજે સાંજે કોરોનાના 3 કેસ નોંધાયા છે. જે અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ જીઆઇડીસી પાસે આવેલ અરિહંત સોસાયટીમાં રહેતા 67 વર્ષીય વૃધ્ધનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસો અગાઉ તેમણે અમદાવાદ ખાતે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં ગઈકાલે તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી.

જ્યારે હળવદના ધનાળા ગામના 59 વર્ષના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમજ વાંકાનેરના વાંકીયા ગામના 60 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે આજના છ કેસ થયા છે અને મોરબી જિલ્લાના કુલ 84 કેસ થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો