Placeholder canvas

મોરબીમાં આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લામાં કુલ કેસ 36

મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચાર દિવસ દરરોજ ત્રણ-ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવાન અને મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રના ખાનગી લેબરોરેટરીમાં કરાવેલ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરનાના કુલ કેસની સંખ્યા 36 પર પહોંચી ગઈ છે.

આજે મોરબીમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અંગે મળેલ માહિતી મુજબ મોરબીની રવાપર રેસિડેન્સીમાં આવેલા રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષના યુવક પરાગભાઈ મોદીનો ખાનગી લેબોરેટરીમાં કરાવેલો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરા-2માં રહેતા જીજ્ઞેશભાઈ નગવાડિયા (ઉ.31) અને તેમના પિતા કાંતિભાઈ નગવાડિયા (ઉ.60) બંને પિતા પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને પિતા પુત્રના રિપોર્ટ પણ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ત્રણ કેસ નોંધાયા છે. એટલે કે ચાર દિવસમાં જ 12 કેસ નવા નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 36 પર પોહચી ગઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો