મોરબી શહેરમાં આજે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લાના કુલ કેસનો આંકડો 80

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની ઝાડપ ખુબ વધી રહી છે. ગઈકાલે 8 કેસ બાદ આજે શુક્રવારનિ શરુઆત નવા 2 કેસથી થઈ છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 80 પર પોહચી ગયો છે.

શુક્રવારે બપોરે જાહેર થયેલા કોરોના કેસની વિગતો મુજબ દરબારગઢ વિસ્તારમાં આવેલી પારેખ શેરીમાં એક કેસ નોંધાયો છે. જેમાં પ્રભાબેન બાવલાલભાઈ આડેસરા (ઉ.85) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વસંત પ્લોટમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વસંત પ્લોટ શેરી-11માં રહેતા નિલાબેન પંડિત (ઉ.62)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી.

આ સમાચારને શેર કરો
  • 39
  •  
  •  
  •  
  •  
  •  
    39
    Shares