Placeholder canvas

વાંકાનેર: આજે વિવેકાનંદ સોસાયટીમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

વાંકાનેર: વિવેકાનંદ સોસાયટીમાં આજે બપોરે ૨૮ વર્ષીય મહિલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સાંજના છ વાગ્યે આ સોસાયટીમાંથી વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં આજે બપોરે એક 28 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે સાંજના છ વાગ્યે એક ૪૨ વર્ષીય પુરુષ અને એક 31 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આજે વિવેકાનંદ સોસાયટીમાં કુલ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 40 થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો