Placeholder canvas

મોરબી: કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, આજના કુલ કેસ 5

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. આજે સવારે 3 પોઝિટિવ કેસ જાહેર થયા હતા. બપોર પછી વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે આજના કેસ 5 અને મોરબી જિલ્લાના કુલ પોઝીટીવ કેસ 141 થઈ ગયા છે.

આજે તા. 15 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં કોરોના વાયરસના વધુ 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ ફારુકી મસ્જિદ નજીક આવેલ ઘાંચી શેરીમાં 66 વર્ષીય અબ્દુલભાઈ સતાર પરમારનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓના સેમ્પલ રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, જુના મકનસર ગામમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવક પંકજભાઈ પરમારનો રિપોર્ટ આજે પૉઝીટીવ આવ્યો છે. તેઓના સેમ્પલ પણ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા.આ આ બંને કેસ સહીત મોરબી જિલ્લામાં કોરોના વાયરસના કુલ 141 કેસ થઈ ગયા છે.

આ સમાચારને શેર કરો