મોરબી અને હળવદમાં બે બે કેસ નોંધાયા, આજના કુલ કેસ 9

મોરબી : મોરબી જિલ્લામાં આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 9 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં વાંકાનેરમાં 1, હળવદમાં 2 અને 6 કેસ મોરબીમાં નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આકડો 174 પર પોહચી ગયો છે.

આજે રવિવારે પોણા છ વાગ્યાની આસપાસ જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી મોરબી જિલ્લામાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. આ ચાર કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર ગોકુલનગરમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષના યુવાન તેમજ મોરબીના 40 વર્ષના મહિલા તેમજ હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેતા 42 વર્ષના મહિલા અને હળવદના 21 વર્ષના યુવાનનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

આ સમાચારને શેર કરો
  • 22
  •  
  •  
  •  
  •  
  •  
    22
    Shares