Placeholder canvas

આઝાદી દિવસ અને કપ્તાન ન્યુઝના જન્મદિવસની દેશભક્તિના ગીતોના કાર્યક્રમમાં કરાઇ ઉજવણી

વાંકાનેર: 15મી ઓગસ્ટ એટલે કે ૭૪મો આઝાદી દિવસ અને કપ્તાન ન્યુઝનો ૨૭માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 15 મી ઓગસ્ટની રાત્રે ૯:૩૫ થી ૧૧ વાગ્યા દરમિયાન દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની વચ્ચે કેક કાપવામાં આવી હતી.

આ દેશભક્તિના ગીતો ના કાર્યક્રમમાં ગાયક કલાકાર તરીકે મયુરસિંહ ઝાલા અને મયુર પંડ્યા એ દેશભક્તિના ગીતો ગાયા હતા, આ કાર્યક્રમની વચ્ચે આઝાદી દિવસ અને કપ્તાન ન્યુઝના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક કાપવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શીતલ શાહે કર્યું હતું.

કપ્તાન ન્યૂઝની શરૂઆત ૧૫ મી ઓગસ્ટ 1994ના રોજ કરવામાં આવી હતી તેમણે 15 મી ઓગસ્ટ 2020 માં 26 વર્ષ પૂરા કરીને 27 વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૧૯૯૪માં નાના એવા વિકલી પેપર થી શરૂઆત કરીને આજે કપ્તાન પોતાનું વેબ પોર્ટલ, મોબાઇલ એપ્સ, youtube ચેનલ અને ફેસબુક પેજ છે અને તેમાં મોટી સંખ્યામાં ફોલોવર્સ ધરાવે છે. આ ઉપરાંત ટ્વિટર ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ કપ્તાન અવેલેબલ છે. કપ્તાન ન્યુઝનું વેબપોર્ટલ એ વાંકાનેર પ્રથમ વેબ પોર્ટલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો