Placeholder canvas

રાજકોટ જિલ્લામાં કોરોનાથી વધુ 15ના મૃત્યુ : ચાલુ સપ્તાહમાં કુલ 100ના જીવ ગયા

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર કાબૂમાં આવશે તેવી તંત્રની આશા વચ્ચે દર્દીઓની સંખ્યામાં બહુ ઘટાડો નોંંધાતો નથી. તેવામાં આજે શહેર-જિલ્લામાં કોરોનાની સારવાર લેતા વધુ 15 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. તો ગઇકાલે કોવિડને કારણે માત્ર એક દર્દીનું મૃત્યુ થયાનું સરકારી તંત્રએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો હાલ હોટસ્પોટ જેવો બની ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં નવા કેસનો આંકડો ત્રણ અંકમાં અને જિલ્લાનો કુલ આંકડો 150 નજીક રહે છે. કોરોનાના સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી હોય તે આશાનું કિરણ બન્યું છે. તે દરમિયાન ગત અઠવાડિયે ખૂબ ઉંચા ગયેલા મૃત્યુ આંકમાં ચાલુ સપ્તાહથી થોડો ઘટાડો થયો છે.

આજે સવારે 8 વાગ્યા સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 15 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગઇકાલે કોવિડ અને નોન કોવિડ દર્દીઓનો આંકડો 12 હતો જેમાં આજે વધારો થયો છે. પરંતુ ગઇકાલે જિલ્લામાં થયેલા કુલ 12 વ્યક્તિના મૃત્યુમાંથી ડેથ ઓડિટ કમિટી દ્વારા માત્ર એક વ્યક્તિનું કોવિડના કારણે મૃત્યુ થયાનુંં જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લા તંત્રએ જાહેર કરેલા કોવિડ-19 હેલ્થ બુલેટીનમાં ચાલુ સપ્તાહમાં મૃત્યુ દર ઘટવાની સ્થિતિ આશાસ્પદ હોવાનું જણાવવામાં આવે છે.

ચાલુ અઠવાડિયામાં કોરોના સારવાર લેતા 100 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. સોમવારથી આજે શનિવાર સુધીમાં નિપજેલા મૃત્યુમાં સૌથી વધુ મોત સોમવારે 21 અને ગઇકાલ શુક્રવારે 12 નોંધાયા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો