Placeholder canvas

રાજકોટમાં આજે કોરોના કાળ બની ત્રાટકયો: 15 દર્દીનાં મોત

રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ ટોટલી અનલોક બન્યુ છે અને સતત સંક્રમણ વધી રહ્યું છે. દિન પ્રતિદિન કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધવાની સાથોસાથ રાજકોટ શહેરની સરકારી સહિતની હોસ્પીટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના ગંભીર દર્દીઓના પણ ટપોટપ મોત નોંધાઈ રહ્યા છે જે ભારે ચિંતાજનક બાબત દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરની જુદી જુદી હોસ્પીટલોમાં ગઈકાલે એક જ દિવસમાં નવ કોરોના દર્દીઓના મોત નિપજયા હતા જેમાં મોટાભાગના વૃદ્ધ દર્દીઓનો સમાવેશ થાય છે. ગઈકાલે રાજકોટ ખાતે જસદણ, સુરત, જુનાગઢ, ગોંડલ, રાજકોટના જુદા જુદા દર્દીઓના મોત નિપજયા હતા.

દરમ્યાન આજરોજ પણ યમરાજાએ મોતનું તાંડવ યથાવત રાખેલ છે અને આજની તારીખમાં વધુ 15 કોરોનાના ગંભીર દર્દીઓ મોતને ભેટયા છે. આમ કોરોનાનો હાહાકાર આજરોજ પણ શહેરની હોસ્પીટલોમાં યથાવત રહ્યો હતો. આજરોજ રાજકોટની સરકારી ઉપરાંત જુદી જુદી હોસ્પીટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના ગંભીર દર્દીઓ મોતને શરણ થયા હતા.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજરોજ જે પંદર દર્દીઓ રાજકોટમાં મૃત્યુ પામ્યા છે તેમાં દિલીપ ચંદ્રકાંત દવે (ઉ.વ.61) રહે. ધ્રાંગધ્રા તથા રશ્મીકાંત ચમનભાઈ બારભાયા (ઉ.વ.65) રહે. રાજકોટ વર્ધમાનનગર તેમજ શૈલેષ જાદવજીભાઈ (ઉ.વ.38) રહે. ટંકારા તથા બાલુબેન ઈશાભાઈ ભાડુલા (ઉ.વ.60) રહે. મોચીબજાર રાજકોટ તથા રહીમાબેન ગની માંડલીયા (ઉ.વ.65) રહે. પડધરી, છેલાભાઈ વજુભાઈ પરમાર (ઉ.વ.61) રહે. વૈશાલીનગર, રૈયારોડ, રાજકોટ તથા હમીદાબેન કાસમભાઈ હાડા (ઉ.વ.60) રહે. ગોંડલ તેમજ વિજયાબેન જયંતીભાઈ કામલીયા (ઉ.વ.49) રહે. પડધરી અને અશોકભાઈ નાનજીભાઈ સારીયા (ઉ.વ.31) રહે. વાવડી રાજકોટ તથા કાથળભાઈ વસ્તુરભાઈ ધાંધલ (ઉ.વ.60) રહે. થાનગઢ તથા વીરા રાજા મકવાણા (ઉ.વ.65) રહે. દેલવાડા, તા.ઉના અને નિર્મળાબેન રમણીકભાઈ ધામી (ઉ.વ.75) રહે. પરસાણાનગર-3, રાજકોટ.

આ ઉપરાંત દિવાળીબેન છગનભાઈ ગોધાણી (ઉ.વ.70) રહે. જસદણ તેમજ ભીખાભાઈ ડાયાભાઈ જોશી (ઉ.વ.50) રહે. કોઠારીયા રોડ અને વિજયભાઈ સોલંકી (ઉ.વ.70) રહે. હનુમાનમઢી રાજકોટનો સમાવેશ થાય છે.

વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ શહેરની હોસ્પીટલોમાં આજરોજ કોરોનાના કારણે જે પંદર દર્દીઓ મોતને ભેટયા છે તેમાં સૌથી વધુ વૃદ્ધોનો સમાવેશ થાય છે. આજરોજ આ 15 પૈકી 11 દર્દીઓ વૃદ્ધ હતા. જયારે બે દર્દીઓ યુવાન હતા અને એક આધેડ ઉંમરના હતા. આમ રાજકોટ શહેરમાં આજરોજ પણ કોરોનાના કારણે મોત થવાનો સીલસીલો સતત જારી રહેવા પામ્યો છે અને ગઈકાલે નવ બાદ આજે વધુ 15 દર્દીઓ મોતને ભેટતા શહેરમાં ભારે અરેરાટી સાથે હાહાકાર અને ભયનું મોજુ ફેલાઈ ગયુ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આજે મૃત્યુ પામેલા પંદર દર્દીઓ પૈકી રાજકોટ શહેરના જ છ દર્દીઓનો સમાવેશ થાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો