Placeholder canvas

મોરબીમાં 3, વાંકાનેરમાં 1 અને હળવદમાં 2 પોઝિટિવ કેસ નોંધાયો


મોરબી જિલ્લાનો કોરોના કેસનો કુલ આંકડો થયો 117

મોરબી : મોરબીમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. આજે રવિવારે સવારે જિલ્લામાં એક સાથે 9 કેસ નોંધાયા બાદ સાંજે 4 વાગ્યા પછી મોરબીમાં વધુ 3 કેસ નોંધાયા છે.

મોરબીમાં નોંધાયેલા કોરોનાના નવા 3 કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના રવાપર રોડ પર પ્રાણનગરમાં અશોક કુંજ-2માં રહેતા 60 વર્ષિય પુરુષ , મોરબી શહેરમાં રવાપર રોડ પર નરસંગ મંદિર પાસે શ્રીરામ વિજય સોસાયટીમાં રહેતા 57 વર્ષિય પુરુષ અને તેમના પત્ની નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોના સેમ્પલ રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત રવિવારે સાંજના વધુ 3 કેસ સામે આવ્યા છે. જેમાં હળવદમાં 2 અને વાંકાનેરમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે આજે રવિવારના કુલ કેસ 15 અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 117 થઈ ગયો છે. આજે હળવદના જુના ધનાળા ગામે અગાવ પોઝિટિવ આવેલા વિભાભાઈ રબારીના પત્ની જીલુબેન વિભાભાઈ રબારી(ઉ.50) અને તેમના પુત્ર સંજયભાઈ વિભાભાઈ રબારી(ઉ.30)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે વાંકાનેરમાં પણ સાંજે પાંચ વાગ્યા બાદ વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેમાં વાંકાનેર શહેરની ઝાંપાશેરીમાં રહેતા પ્રફુલ્લભાઈ સોલાની (ઉ.75)નો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આજે વાંકાનેરમાં આ બીજો કેસ નોંધાયો છે, આ સાથે વાંકાનેરના કુલ કેસની સંખ્યા 19 થઈ ગઈ છે. તેમજ મોરબી જિલ્લામાં આજના કુલ કેસ 15 થઈ ગયા છે. અને મોરબી જિલ્લાના કોરોના કેસનો કુલ આંકડો 117 પર પહોંચી ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો