Placeholder canvas

રાજકોટમાં કલમ 144 લાગુ: રેસકોર્ષ રીંગરોડ પર મોર્નિંગવોક પણ બંધ.


રાજકોટમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયાની સાથે જ આરોગ્ય વિભાગથી માંડીને તમામે તમામ સરકારી તંત્રે હરકતમાં આવી જ ગયા છે. કોરોનાગ્રસ્ત યુવકની જાણ છેક અઠવાડિયા પછી થઈ છે એટલે તે સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યાનું સ્પષ્ટ છે.

શહેરમાં વાયરસ ફેલાય નહીં તે માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકોની ભીડ ન સર્જાય અને કોરાના ન ફેલાય તેવો આશય છે. કલમ 144નું પાલન કરાવવા સવારથી જ પોલીસતંત્ર ઉતરી પડયુ હતું.

રેસકોર્ષ રીંગરોડ પર મોર્નિંગ વોકમાં નિકળેલા લોકોને ‘ઘરભેગા’ કર્યા હતા. સેંકડો લોકો મોર્નિંગ વોકમાં નિકળ્યા બાદ જુદા-જુદા ગ્રુપમાં બેસતા હોય છે તે તમામને પોલીસ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. પોલીસની પાંચ ટીમો કાર્યવાહીમાં ઉતરી હતી. (

આ સમાચારને શેર કરો