Placeholder canvas

12 સાયન્સનું પરિણામ: બોર્ડનું 71.34 %, વાંકાનેરનુ 80.57 % પરિણામ

મોરબી જિલ્લામાં કુલ 1719 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી A1 ગ્રેડમાં માત્ર 3 વિદ્યાર્થી

વાંકાનેરમાં કુલ 248 વિદ્યાર્થીઓએ પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 247 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 199 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 49 વિદ્યાર્થીઓનું પરિણામ નેગેટિવ આવેલ છે.

આજે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે. 2020માં કુલ 116494 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 83111 વિદ્યાર્થીઓ પાસ થયા છે આમ બોર્ડનું પરિણામ 71.34 ટકા આવેલ છે. 127 ગેરરીતિના કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં કુલ 1719 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એવન ગ્રેડ માત્ર 3 વિદ્યાર્થીઓને જ મળેલ છે. જ્યારે વાંકાનેર કેન્દ્રની જો વાત કરીએ તો વાંકાનેર કેન્દ્રમાંથી કુલ 248 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 247 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 199 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 49 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ વાંકાનેર કેન્દ્ર નું 12 સાયન્સનું પરિણામ 80.57 ટકા આવેલ છે.

મળેલ માહિતી મુજબ A1 ગ્રેડ ના ત્રણે ત્રણ વિદ્યાર્થી મોરબીની નવયુગ સ્કૂલના છે વાંકાનેરમાં કોઈપણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળેલ નથી.

પરિણામની થોડી હાઈલાઈટ

  • સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા
  • સૌથી ઓછુ પરિણામ બારડોલી કેન્દ્રનું 23.02 ટકા
  • સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 23.02 ટકા
  • સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 84.69 ટકા
  • 100 ટકા પરિણામ મેળવતિ સ્કૂલ 36
  • 10 ટકાથી ઓછું પરિણામ મેળવતી સ્કૂલ 68
  • સમગ્ર ગુજરાતમાંથી A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 44
  • ગેરરીતિના કેસ 127

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો