Placeholder canvas

ધો.12ની પરીક્ષાના ગુણ ચકાસણીનો રિપોર્ટ 30મી જુલાઇ સુધી બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે

સુધારેલ ગુણપત્રકો શાળાઓને મોકલી અપાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાયેલ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા. 15-6ના જાહેર કરાયા બાદ ગુણ ચકાસણીની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવી હતી.

જેમાં પરીક્ષાના ગુણ ચકાસણી બાદનાં જવાબો ઓનલાઈન માધ્યમથી બોર્ડની વેબસાઈટ www.gseb.org, hsc.hseb.org પર આજે તા. 16ના બપોરે 14 કલાકથી તા. 30 સુધી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે. ગુણ ચકાસણીનાં જવાબો ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ અરજીની વિગત ઉપયોગ કરી લોગીન કરવાનું રહેશે અને જવાબ ડાઉનલોડ કરવાનો રહેશે.

જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો છે તેઓને શાળાનાં સરનામે સુધારેલ ગુણપત્રક મોકલી આપવામાં આવશે. ગુણ સુધારણા બાદ એક વિષયમાં અનુર્તિણ રહેવાના ક કારણે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાને પાત્ર થતા હોય તે કિસ્સામાં શાળાના લેટરહેડ અને આ સાથે સામેલ પરિશિષ્ટ એ મુજબની વિગત સહિતની અરજીઓ અને પરીક્ષા ફી સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગાંધીનગરનાં નામે ડીમાન્ડ ડ્રાફટ કઢાવી તમામ દસ્તાવેજો સાથે મદદનીશ સચિવ (સામાન્ય પ્રવાહ) ગુજરાત, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નામે મોકલી આપવાની રહેશે.

આ સમાચારને શેર કરો