Placeholder canvas

જાહેર રજામાં જાહેર થયા: વાંકાનેરમાં 3, મોરબીમાં ૮ કોરોના પોઝિટિવ,એકનું મૃત્યુ.

આજે જાહેર રજા હોય પરંતુ કોરોનાઍ રજા રાખી નથી. મોરબી જિલ્લામાં આજે કુલ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વાંકાનેરમાં ત્રણ અને મોરબીમાં 8 કોરોનો પોઝિટિવ કેસ નોંધાવા ની સાથે એક મોરબીના રવાપર માં રહેતા ૬૫ વર્ષીય વૃધ્ધનું મૃત્યુ થયેલ છે.

વાંકાનેરમાં મોમીન શરીરમાં રહેતા જંતુનાશક દવાના વેપારી 61 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જ્યારે વાંકાનેરના દરબારગઢ વિસ્તારની મોઢ શેરીમાં એક-56 વર્ષિય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે. અને વાંકાનેરના વૃદ્ધાશ્રમ ક્વાર્ટરમાં રહેતા એક 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.

આજે વાંકાનેર મોઢ શેરીનો જે રિપોર્ટ પોઝિટિવ જાહેર કરાયો છે તે પાંચ દિવસ પૂર્વેથી હોસ્પિટલાઇઝ છે અને વાંકાનેર થી રાજકોટ ખસેડવામાં આવેલ હોવાની વાત સામે આવેલ છે. જ્યારે વૃદ્ધાશ્રમ સામે રહેતા 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ આજે પોઝિટિવ જાહેર કર્યો છે તે બે દિવસ પૂર્વે રાજકોટ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા ત્યાં ફરીથી તેમનુ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તે ફરી પોઝિટિવ આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો