Placeholder canvas

ગુજરાતમાં છે દારૂબંધી ? બે વર્ષમાં દારૂની પરમીટમાં 100 ગણો વધારો..!!

ગુજરાતમાં દારૂબંધી પર રાજનીતિ ગરમાઇ છે. ભાજપ (BJP)અને કૉંગ્રેસ (Congress) શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. અને એક બીજાને ચેલન્જ આપી રહ્યા છે. પરંતુ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ? શું લોકો દારૂ નથી પીતા ? શું ગુજરાતમાં દારૂ મળતો નથી ? ગુજરાતમાં દારૂબંધીની શી સ્થિતિ છે એ સૌ કોઇ જાણે છે અને છાશ લેવા જવી અને દોહણી સંતાવડા જેવી સ્થિતિ છે.

સરકારી આકંડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દારૂની પરમીટમાં 100 ગણો વધારો જોવા મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા સવાલમાં જવાબમાં સરકારે આપેલા આકંડાઓ આ વાત સાબિત કરે છે કે, રાજ્યમાં દારૂનું ચલણ કેટલું વધી રહ્યું છે.

એટલું જ નહીં પણ ગુજરાત પોલીસ દ્વારા રૂપિયા 250 કરોડનો દારૂ નાશ કર્યો હોવાનો પણ એકરાર વિધાનસભામાં ગૃહવિભાગ દ્વારા કરાયો હતો. આકંડાકીય વિગતો મુજબ, ગુજરાતમાં 2013-14ના વર્ષમાં 2644 પરમીટ આપવામાં આવી હતી જે વધીને 2017-18ના વર્ષમાં 4078 થઇ ગઇ છે. બીજી તરફ ગુજરાતની કુલ 58 હોટેલોને દારૂ વેચવા માટેની પરવાનગી આપવામાં આવેલી છે. તે પૈકી 31 હોટેલોને છેલ્લા પાંચ વર્ષમાં જ પરવાનગી આપવામાં આવેલી છે.

સૌથી પહેલા સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો….. ડાઉનલોડ કરવા માટે નીચેની બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલી લિંકને ક્લિક કરો.

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો