Placeholder canvas

વાંકાનેર: સધારકા ગામે ભેંસને થયેલ ૧૦ કિલોની કેન્સરની ગાંઠ ઓપરેશન દ્વારા કાઠવામાં આવી

વાંકાનેર તાલુકાના સરધારકા ગામના એક ખેડૂતની ભેંસને આગળના બન્ને પગ વચ્ચે એક મોટી કેન્સરની ગાંઠ થઈ હતી તેમને પશુ ડોક્ટર એ સફળ ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી આપી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સધારકા ગામના ખેડૂત શેરસીયા મુસ્તુફા હાજીભાઇની ભેંસને આગળના બંને પગ વચ્ચે એક આશરે ૧૦ કિલો જેવડી કેન્સરની ગાંઠ થઈ હતી જેથી આ ભેંસ ને ચાલવામાં બેસવામાં જે ગાંઠ ખૂબ નડતરરૂપ થતી હતી ત્યારે આ ખેડૂતે સિંધાવદર ગામના રહેવાસી વેટરનરી ઓફિસર (પશુ ડોક્ટર) શબ્બીર શેરસિયાનો સંપર્ક કરીને ભેંસની તપાસ કરાવડાવી હતી.

વેટરનરી ઓફિસર સબીર શેરશિયાએ તપાસતા આ કેન્સરની ગાંઠ નું ઓપરેશન કરવું પેડશે તેવું જણાવતા અને તેની સાથે ભેંસ ના માલિક સહમત થતાં ગઈકાલે એટલે કે વર્લ્ડ કેન્સર-ડે ના આગલા દિવસે આ ભેંસને થયેલી કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન કરીને આશરે ૧૦ કિલોની ગાંઠ કાઢી હતી.

આ સફળ ઓપરેશન થતાં ખેડૂતોની ખૂબ કીમતી ભેંસ હવે સારી થઈ જશે ખેતી ખેતીનો સાથે પશુપાલનનો વ્યવસાય કરતાં ખેડૂત ના ચહેરા પર ખુશીની લાગણી ફેલાઇ હતી અને તેઓએ પશુ ડોક્ટરનો આભાર માન્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

વેટરનરી ઓફિસર શબ્બીર શેરસીયા
આ સમાચારને શેર કરો