Placeholder canvas

મોરબી: આજે બંધુનગર ગામે 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં દિવસે દિવસે ખુબ ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે. ગઈકાલે રેકર્ડબ્રેક 15 કેસ નોંધાયા બાદ આજે બપોરે મોરબીના બંધુનગરમાં રહેતા પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યૂ છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવનો આંકડો 94 પર પહોંચી ગયો છે.

મોરબીના બંધુનગર વિસ્તારમાં આવેલ પટેલ વાસમાં રહેતા 42 વર્ષીય હરેશભાઇ લવજીભાઈ દલસાણીયા, તેઓ ખેતીનો વ્યવસાય ધરાવે છે. જેનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને છેલ્લા 15 દિવસથી તાવ આવતો હતો. આથી તેઓએ મોરબીની ખાનગી હૉસ્પિટલની સારવાર લીધી હતી.

બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જાણવા મળેલ નથી.

આ સમાચારને શેર કરો