Placeholder canvas

વાંકાનેર: ગુલશન પાર્કમાં ડૉ.ગની પટેલના ઘરમાં 1લાખ અને 1સોનાની વીંટીની ચોરી.

દરવાજા અને કબાટના લોક તોડી નાંખ્યા, બધું વેરવિખેર કરી પૈસા અને વિટી લઈ ગયા, પાડોશીના ઘરના બહારના દરવાજા બંધ કરી દીધા.

વાંકાનેર: ગુલશન પાર્ક ચંદ્રપુરમાં ગતરાત્રે ડૉ.ગની પટેલના ઘરે ચોર ત્રાટકયા હતા અને મુખ્ય લોખંડના દરવાજાનો લોકનો નકુચો તોડીને ફર્સ્ટ ફ્લોરના દરવાજા લોક તોડી અંદર પ્રવેશ્યા હતા. અંદર કબાટના લોક તોડી ને આશરે એક લાખ રૂપિયા રોકડ અને એક સોનાની વીંટી લઈ ગયા હતા.

આખા ઘરમાં તમામ વસ્તુઓ વેરવિખેર પડી હતી બોક્સ પલંગ, શેટ્ટીના ગાદલા હટાવી તેમાં પણ તપાસ કરી હતી અંદર પ્રવેશતા પહેલા થોડા પથ્થરો પણ સાથે લાવ્યા હતા. પાડોસના તમામ ઘરના મુખ્ય દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. પાડોશીઓના કહેવા મુજબ તેઓ રાત્રે એકથી દોઢ વાગ્યા સુધી જાગતા હતા અને બહાર જ બેઠા હતા. તેમજ રમજાન ચાલતો હોવાથી વહેલી સવારે સાડા ત્રણ ચાર વાગ્યે તો લોકો ઉઠી જતા હોય છે. ત્યારે વચ્ચેના આ ગાળા દરમિયાન ચોરો પોતાની કળા કરી ગયા.

છેલ્લા દસ દિવસથી ગની પટેલ પોતાના વતન ખેરવા હતા છેલ્લા બે દિવસથી તેઓ અહીં આવ્યા હતા અને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પાછા ખેરવા ગયા હતા અને રાત્રે ચોર તાટકીયા હતા. જેથી એવું કહી શકાય કે ચોર જાણભેદુ હોય અથવા તેઓ સતત વોચ ગોઠવીને ધ્યાન રાખતા હોય.

આ ચોરો જે એક લાખ રૂપિયા ચોરી કરી ગયા તેમાં આશરે ૫૦ હજાર રૂપિયા એવા હતા કે જે રમઝાન માસમાં જકાત આપવા માટે અલગ રાખ્યા હતા અને પચીસ-ત્રીસ હજાર ગની પટેલના વાઈફની સેવિંગ હતી અને ઘરમાં વીસ-પચ્ચીસ હજાર રૂપિયા રોકળ હતી. આમ આશરે એક લાખ રૂપિયા અને એક સોનાની વીંટી (આશરે કિંમત 15,000) ની ચોરી થઈ છે.

સવારે નવ વાગ્યાની આસપાસ ગની પટેલે શહેર પોલીસ સ્ટેશનને ફોન કરી જાણ કરી હતી, પોલીસને જાણ થતા તાત્કાલિક પહોંચી હતી. આખા ઘરમાં નીરિક્ષણ અને તપાસ કરી હતી. તેમજ તાત્કાલિક યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો